મારી માતૃભાષા : મારા સંસ્કાર

"ગુજરાતી મારી માતૃભાષા છે, અને એનું મને ગૌરવ છે"

પશ્ચિમી સંસ્કૃતી ના આક્રમણ નીચે, આપણે અને આપણી માતૃભાષા, બંને જાણે અપંગ થઇ ગયા છીએ..આજે આપણી માતૃભાષા ગુજરાતી છે, એ પણ ઘણા લોકો ને યાદ કરાવવું પડતું હોઈ છે..આ શરમજનક તો છે જ, પણ એટલું જ વાસ્તવિક પણ છે..કોઈ ને આપણે મજબુર કરવા કરતા, આપણે જ આપણી માતૃભાષા અને સંસ્કાર ને એવી રીતે ઉજાગર કરીએ, કે વાંચી અને જોઈ ને, લોકો ના મન-હ્રિદય માંથી આપણી માતૃભાષા માટે ની મીઠી સરવાણી ફૂટી નીકળે..

અહી એક પ્રયાસ કર્યો છે કે આપણી માતૃભાષા જીવિત રહે, ઉપયોગ માં રહે, આગળ રહે અને વધે સાથે આજ ની અને આવનાર પેઢી માટે કથાસાર બની ને રહે...તો મારા બધા ગુજરાતી મિત્રો ને દરગુજર છે કે, તમારા મિત્રો ને અહી આમંત્રિત કરી ને એક બીજા માટે એક બીજા ના જ્ઞાન ને સંસ્કાર મળતા રહે, એ માટે ના પ્રયાસ કરજો..

આપણે અહી મસમોટી યાદી નથી બનાવવી, પણ આપણે એવા લોકો ને અહી શામિલ કરવા છે કે જે આપણી કહેલી વાત ને સમજે છે, તરફેણ કરે છે ને આપણા આ પ્રયાસ માટે, જે પોતે પણ પ્રયાસ કરવા તૈયાર છે...
જય ગરવી ગુજરાત